કોરોના અપડેટ : પક્ષકાર અને વકીલની ગેરહાજરી સામે કાર્યવાહી ટાળવા બાર એસો.ની કોર્ટને રજુઆત

- text


બાર.એસોની રજુઆતના અનુકરણનું કોર્ટે આશ્વાસન આપ્યું

મોરબી : કોરોનાના કારણે હાલ સમગ્ર રાજયમાં તકેદારી જરૂરી બની છે. ત્યારે મોરબી બાર એસો.એ જો વકીલ અને પક્ષકાર મુદત સમયે ગેરહાજર રહે તો તેની સામે કાર્યવાહી ટાળવા માટે કોર્ટને રજુઆત કરી છે. સામે કોર્ટે પણ આ રજૂઆતના અનુકરણનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

હાલ કોરોના વૈશ્વિક મહામારી બન્યું છે. જેના કારણે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો સંજ્ઞાન લઈ ગુજરાત સરકાર તથા સચિવને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ તાબાની અદાલતોમાં પક્ષકારોની હાજરીનો આગ્રહ ટાળવાની માર્મિક ટકોર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી કોર્ટને રજુઆત કરવામાં આવી છે કે તા.16થી 29 માર્ચ દરમિયાન પક્ષકારો તથા એડવોકેટની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી ટાળવા તથા વોરંટ કાઢવામાં ન આવે. તેમજ પક્ષકારો અને એડવોકેટની ગેરહાજરીમાં કોઈ પણ કેસ કાર્યવાહી કરવા કે કેસનો નિકાલ કરવામાં ન આવે. તેવી વિનંતી કરાઈ છે.

- text