મોરબીની ધર્મગંગા સોસાયટીને ડેવલપ કરવા વિહિપની મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે નવા નવા પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટીને ડેવલપ કરવા વિશ્વ હિન્દુ પરિષદના નગરમંત્રી કમલભાઈ દવેએ મુખ્યમંત્રીને રજુઆત કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.

- text

રજુઆતમાં જણાવાયુ હતું કે ધર્મગંગા સોસાયટીને પીપળી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવાની જરૂર છે. આ સોસાયટીમાં ભૂગર્ભ ગટર યોજનાની જરૂર છે. ઉપરાંત અહીં આરસીસી રોડ બનાવવામાં આવે તો લોકોને સરળતા રહે. આ તમામ જરૂરિયાતો પુરી કરવા માટે તાત્કાલિક તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

- text