વિરપર પાસે લૂંટ ચલાવનાર મોરબીના બન્ને શખ્સો રાજકોટમાં સારવાર હેઠળ, ડિસ્ચાર્જ થયા બાદ કરાશે અટકાયત

- text


છરીની અણીએ રૂ. 7500ની લૂંટ ચલાવનાર બન્ને શખ્સો સામે ગુનો નોંધતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આજે બપોરે એક બાઇક સવાર યુવાનને છરી બતાવી રૂ. 7500ની લૂંટ ચાલવીને ભાગી ગયેલા મોરબીના બે શખ્સોને અકસ્માત નડ્યા બાદ બન્નેને રાજકોટમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બન્ને શખ્સો હાલ પોલીસના પહેરા વચ્ચે સારવારમાં છે અને જેવા ડિસ્ચાર્જ થશે પોલીસ દ્વારા તેમને અટક કરી લેવામાં આવશે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આજે બોપરે સરજાહેર લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટનો ભોગ બનનાર અશ્વિનભાઈ જીવરાજભાઈ કુંડારિયા ઉ.વ.38 રહે.ચાચાપરવાળાની ફરિયાદના આધારે પોલીસે લૂંટ ચલાવનાર મોરબીના બે શખ્સો નદીમ સતારભાઈ વડગામાં અને હુસેન ઈસાભાઈ સામે આઈપીસી કલમ 392, 114, 37(1), 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના સંતાનના સર્ટીના કાગળ લેવા જતા હતા ત્યારે વિરપર પાસે બાઇકમાં ધસી આવેલા બન્ને આરોપીઓએ તેમને છરી બતાવીને રૂ. 7500ની લૂંટ ચલાવી હતી. જો કે લૂંટ ચલાવીને ભાગ્યા બાદ બન્ને આરોપીઓને અકસ્માત નડ્યો હતો જેમાં બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હાલ ટંકારા પોલીસના પહેરા વચ્ચે બન્ને શખ્સો સારવારમાં છે. જેવા આ શખ્સો ડિસ્ચાર્જ થશે એટલે પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text