ટંકારાની નાસા સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


ટંકારા : નાસા સ્કૂલમાં ગત તારીખ 29/02/2020 ને શનિવારના રોજ ગત વર્ષ 2018/19ના તેજસ્વી તારલાઓનુ સન્માન, શિક્ષકોનુ પ્રતિભા સન્માન સમારોહ, તેમજ 5મા રાઉન્ડનુ રિઝલ્ટ એનાલિસિસ અને નવા વર્ષનુ આયોજન કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમા આમંત્રિત મહેમાનો, બહોળા પ્રમાણમા વાલીગણ અને ગત વર્ષના વાર્ષિક પરિક્ષામા નંબર મેળવેલ વિધાર્થીઓ તથા બોર્ડ 2018/19 નાં તારલાઓને મેડલ તથા સન્માનપત્ર દ્વારા આમંત્રિત મહેમાનો તથા વાલીઓ હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા.

- text

જેમા નાસા સ્કુલના પ્રમુખ વિજયભાઈ ભાડજા એ નવા વર્ષમા બી.એ., બી.કૉમ, એક્સટર્નલ કોલેજ તથા સ્પર્ધાત્મક પરિક્ષાના ક્લાસિસ ટુંક સમયમા શરૂ થવાના હોય તેવી જાહેરાત કરી હતી. આ ક્લાસિસમા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જ પાર્ટિશિપેટ થઈ શક્શે. જેમા ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર, મંત્રી, રિવન્યુ મંત્રી, બિનસચિવાલય, ક્લાર્ક, કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, જી.ઇ.બી. સહીતના ક્લાસની તૈયારી નિ:શુલ્ક કરાવવામાં આવશે. રજીસ્ટ્રેશન નાસા સ્કુલની ઓફિસ દ્વારા કરવામાં આવશે. જેની જાહેરાત પ્રમુખ એ કરી હતી. ટંકારા તાલુકાના ગ્રામજનો માટે 45 દિવસ દરમિયાન નિ:શુલ્ક બ્યુટી પાર્લર તથા સિવણના ક્લાસની જાહેરાત પણ કરવામાં આવશે.

- text