મોરબીના ઉમિયા સર્કલ પાસે ઓવરબ્રિજના નિર્માણ માટે પાલિકા પાસેથી દરખાસ્ત મંગાવતું મ્યુ.ફાયનાન્સ બોર્ડ

- text


મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવા પાલિકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. આ માટે મ્યુ. ફાયનાન્સ બોર્ડે પાલિકા પાસેથી બ્રિજના કામની અંદાજીત રકમ અને ઠરાવ સહિતની દરખાસ્ત પણ મંગાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ પાસે ભારે ટ્રાફિક રહેતો હોય પાલિકાએ ત્યાં ફ્લાય ઓવર બનાવવાની તૈયારી આદરી છે. આ માટે ચીફ રિજનલ કમિશનરને દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી ત્યાંના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે ઓવરબ્રિજના કામને લીલીઝંડી આપી દીધી છે.

- text

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે મોરબી પાલિકા પાસેથી ઓવરબ્રિજના કામની અંદાજીત રકમ તેમજ ઠરાવ સહિતની દરખાસ્ત પણ મંગાવી છે. આ અંગે મોરબી પાલિકાના પ્રમુખ કેતનભાઇ વિલપરાએ જણાવ્યું કે ઉમિયા સર્કલ પાસે ફ્લાય ઓવરના નિર્માણ માટે મ્યુ.ફાયનાન્સ બોર્ડ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે. જે તાત્કાલિક પુરી પાડવામાં આવશે. અને ઓવરબ્રિજનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.

- text