મોરબી જિલ્લામાં કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ લાવવા કંટ્રોલરૂમ શરૂ કરાયો

- text


મોરબી જિલ્લામાં કોરોના વાઇરસ અંગે જનજાગૃતિ લાવવા કંટ્રોલરૂમ શરૂ કરાયો

મોરબી : નોવેલ કોરોના વાયરસ અંગે લોકોંમાં ખોટો ભય દુર થાય અને આ નોવેલ કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું તે બાબતે તકેદારી રાખવા અંગે જન જાગૃતિ કેળવાય તેવા હેતુથી સરકારી આરોગ્ય કેન્દ્રો અથવા મોરબી જીલ્લાકક્ષાના આરોગ્ય વિભાગમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલિફોન નંબર ૦૨૮૨૨ ૨૨૨૮૪૯ છે.

- text

નોવેલ કોરોના વાયરસ માટે તકેદારી રાખવા માટેની જન જાગૃતિ લાવવા અંગેના સંદેશાઓ નીચે મુજબ છે.

આટલુ કરવુ

  • વ્યકિતગત સ્વચ્છતા સારી રીતે જાળવો
  • સાબુથી વારંવાર હાથ ધોવા
  • શ્વાસોશ્વાસની મૂળભૂત સભ્યતા પાળો – ઉધરસ અને છીંક ખાતી વખતે મોંને ઢાંકો
  • સાબુ અને વહેતા પાણીથી હાથ ધોવો (જયારે હાથની ગંદકી નરી આંખે દેખાય)
  • સ્પિરિટ/આલ્કોહોલ આધારિત હેન્ડવોશ કે સાબુ તથા પાણીથી હાથ ધોવા(જયારે હાથ નરી આંખે ગંદા ન દેખાય)
  • વાપરેલ ટીસ્યુ ઉપયોગ બાદ તરત જ બંધ કચરાપેટીમાં નાખો
  • તબિયત ખરાબ લાગે તો ડોક્ટરને બતાવો

આટલું ન કરવું

  • તમને ઉધરસ કે તાવ હોય ત્યારે કોઈની બહુ નજીકથી સંપર્કમાં ન રહેવું
  • જાહેરમાં થૂંકવું નહી
  • જીવંત પશુઓનો સંપર્ક ટાળવો તથા કાચા કે ન રંધાયેલ માંસનું સેવન કરવું નહી
  • મરઘા ઉછેર કેન્દ્ર, પશુ બજાર, કે કતલખાનાની મુલાકાત લેવી નહી

લક્ષણો

તાવ – ખાંસી – કફ – વહેતું નાક- ગળાનો દુખાવો- શ્વાસની તકલીફ – શ્વાસ લેવામાં મુશ્કેલી – ધ્રુજારી વગેરે કોરોના વાઇરસ લક્ષણો છે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત મોરબી ની યાદી માં જણાવાયુ છે.

- text