મોરબી : આપ દ્વારા કેનાલ રોડ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવા માંગ

- text


મોરબી : મોરબીની આમ આદમી પાર્ટી દ્વારા કેનાલ રોડ પર અકસ્માત થવાનું જોખમ હોવાથી કન્ટેનર, ટ્રેલર, ડમ્પર જેવા ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

લીલાપરથી સનાળા થઈ રાજકોટ જતા કેનાલ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી ચાલુ કરી અને ઉમિયા સર્કલ સુધી લાંબા કન્ટેનર ટ્રેલર ૪૦ ફૂટના તથા ડમ્પર અને મોટા વાહનોની ખૂબ જ વધારે અવર-જવર વધી ગઈ હોય ત્યાં સ્થાનિક રહીશોની સંખ્યા પણ વધુ હોય અને અવની ચોકડી અને કેનાલ ચોકડી એ સ્થાનિક માર્કેટમાં ખરીદી માટે ભીડ રહેતી હોય, તેથી અકસ્માતોનો ભય રહે છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકરાળ બની ગઈ છે.

- text

આથી, આમ આદમી પાર્ટી પ્રશાસન પાસે મોટા વાહનો માટે વૈકલ્પિક બાયપાસની માંગણી કરી છે. તેમજ તેના સપોર્ટમાં ડોર ટુ ડોર ટુ ડોર કેમ્પેન કરવામાં આવી રહ્યું છે કે પ્રજા હિતના કામ માટે લોકો આમ આદમી પાર્ટી સાથે છે, એવી ખાતરી સાથે એ લોકોની સિગ્નેચર કરવવામાં આવે છે. એક હજારથી વધારે સ્થાનિકોની સિગ્નેચર સાથેનું સમર્થન લઈ કલેક્ટરને આ અંગે જોરદાર રજૂઆત કરવામાં આવી છે.

- text