મોરબીમાં ઉમિયા માનવ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં

- text


ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટીઓ સવારથી સાંજ સુધી ટિફિન લઈને નિર્માણના કામે લાગી ગયા

મોરબી : બિહારમાં દશરથ માંજી નામના વ્યક્તિ કે જેની પત્ની બીમાર હોય વચ્ચે આવતા પહાડના કારણે શહેરની હોસ્પિટલમાં ફરીને જવું પડ્યું હતું અને રસ્તામાં જ એમની પત્નીનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને દશરથ માંજીને ખુબજ આઘાત લાગ્યો અને પોતાની પત્નીને ગુમાવી પડે એમ બીજાની પત્ની કે અન્યને પોતાના સ્વજન ગુમાવવા ન પડે એ માટે પોતે ત્રિકમ પાવડો લઈને પહાડ ખોદવા માંડે છે સતત 21 વર્ષ સુધી એકલા હાથે પહાડને ખોદીને રસ્તો બનાવે છે.કંઈક આવી જ બાબતમાંથી પ્રેરણા લઈને ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટીઓ પોપટભાઈ કગથરા, પોપટભાઈ ગોઠી, ગોપાલભાઈ ચારોલા,ચંદુભાઈ કુંડારીયા, ઠાકરશીભાઈ ક્લોલા કે જેઓ સવારથી સાંજ સુધી ટિફિન લઈને ઉમિયા માનવ મંદિરના નિર્માણમાં કામે લાગી ગયા છે. શરૂઆતમાં ભીમનાથ મહાદેવ લજાઈ પાસે આવેલ જગ્યા કે જ્યાં અઢાર ફૂટ ઉંચો, ત્રીસ ફૂટ પહોળો અને 1200 એક હજાર બસો ફૂટ લાંબો કારમીટ પથ્થરનો પહાડ તોડાવ્યો,બાવળ કઢાવીને ત્રીસ વિઘા જમીન સમથળ બનાવી આ બધી જ જગ્યામાં કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે સિમેન્ટના ગળદા તૈયાર કરાવ્યા હતા.

- text

અને હાલ એ કમ્પાઉન્ડ વોલ મજબૂત બને એ માટે બીમ કોલમ ભરવાનું કામ, ઓફીસ, રસોડું, ગોડાઉન બાંધકામ વગેરે કામો પૂરજોશમાં ચાલુ છે. ત્રીસ વીઘા જમીનમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવું 100 રૂમો વાળું 200 જેટલા વૃદ્ધ,વડીલોને આસરો મળી રહે, દીકરાનું ઘર મળી રહે, એવું માનવ મંદિર,સુંદર મજાનો બગીચો,બાલ ક્રીડાગણ, હજારો વૃક્ષોનું વાવેતર, મેરેજ પાર્ટી પ્લોટ,તેમજ બાજુમાં આવેલ ડેમમાં બોટીંગની સુવિધા તેમજ પટેલ સમજવાડી બનાવવા માટેની વ્યવસ્થા વગેરેના નિર્માણ માટે તમામ ટ્રષ્ટીઓ સતત હાજર રહી કામ ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને જાત મહેનત કરી રહ્યા છે, અને ઝડપથી માનવ મંદિર નિર્માણ થાય એ માટે માનવ સેવા એજ પ્રભુ સેવાની ભાવના સાથે કાર્યરત છે.

- text