ટંકરામાં બાળકોને રમવાની બાબતમાં ગાળો બોલવાની ના પાડતા થયેલી મારામારીમાં ફરિયાદ

- text


ટંકારા : બાળકોને રમવાને લઈને થયેલી સામાન્ય બોલચાલ મારામારી સુધી પહોંચી હતી જેમાં એકને ઇજા થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

- text

ગત તારીખ 20ના રોજ સાંજે આશરે સાડાસાત વાગ્યે સલમાબેન કાદરભાઈ ઘાંચી અને તેના પતિ કાદરભાઈ ઘાંચીના બાળકો ખેરૂનબેન અલ્તફભાઈ ભટીના ઘર પાસે રમતા હોય આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવી જેમ ફાવે તેમ બોલીને ગાળો બોલવા લાગતા ફરિયાદી ખેરૂનબેને ગાળો બોલવાની ના કહેતા સામા વાળાઓએ ઉશ્કેરાઈ જઇ ખેરૂનબેનને ધક્કો મારી પાડી દીધા હતા. તેમજ બાદમાં કાદરભાઈએ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ખેરૂનબેને આ બાબતની પોલીસ ફરિયાદ કરતા આઈપીકો કલમ 323, 504, 506(2), 114 હેઠળ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text