માળીયા (મી) માં અંગત અદાવત મામલે યુવાન પર છરીથી હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માળીયા (મી.) : માળીયા (મીં)માં અંગત અદાવત મામલે યુવાન ઉપર ચાર શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસે યુવાનને ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રફીકભાઇ સુભાનભાઇ સમાણી (ઉ.વ. ૩૫, રહે હુશૈનશા દરગાહની પાસે માળીયા) વાળાએ ચાર આરોપીઓ ઈરફાનભાઈ શબીરભાઈ સંધવાણી, ડાડો શબીરભાઈ સંધવાણી, ઈમ્તીયાઝ નીશાર અહેમદ સંધવાણી, સુભાનભાઈ સાઉદીનભાઈ સંધવાણી (રહે બધા માળીયા મીયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૫એ સાંજના આશરે ચારેક વાગ્યે માસુનશા પીરની દરગાહ પાસે માળીયા (મી.) ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીનો દિકરો આશીફને માસુમ વિદ્યાલય સ્કુલમા આરોપીઓના ભાઈ કુટુંબી ઈમ્તીયાઝ નીશાર સંધવાણી સાથે બોલાચાલી થતા તેનો ખાર રાખી ઈરફાનભાઈ શબીરભાઈ સંધવાણી તથા ડાડો શબીરભાઈ સંધવાણી તથા ઈમ્તીયાઝ નીશાર અહેમદ સંધવાણી તથા સુભાનભઈ સાઉદીનભાઈ સંધવાણી ચારેઈ જણા ઝધડૉ કરી ગાળો આપી ડાડાએ છરી વતી મયુદિન ઉર્ફે ગનીને જમણા પગે સાથડના ભાગે ગંભીર ઈજા કરી પગની ધોરીનો નસ કાપી નાખી તેમજ આશીફ તથા સમીર તથા આબીદને પગના ભાગે છરીના ઘા મારી ઈજા કરી અને ચારેઈ જણાએ ભેગા મળી ઢીકા પાટુનો માર માર્યો હતો. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text