મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે સફાઈ અભિયાન હાથ ધરાશે

- text


મોરબી : મારુ મોરબી સ્વચ્છ મોરબીના સૂત્ર હેઠળ.મોરબીને ફરી પેરિસની ઓળખ આપવા માટે જાગૃત તબીબો સહિતની મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ છેલ્લા ઘણા સમયથી મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. આ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં એક વખત દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવે છે. સ્વચ્છતા અભિયાન સમિતિમાં હાલ 200 જેટલા સભ્યો મોરબીની સ્વચ્છ બનાવવા કમર કસી રહ્યા છે.

- text

આવતીકાલે રવિવારને તા.16 ના રોજ. સવારે 6-30 વાગ્યે સ્વચ્છતા રોડ, મહાવીર સોસાયટી, મોરબી ખાતે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. ત્યારે આ સફાઈ અભિયાનમાં શહેરીજનોને જોડાઈને મોરબીને સ્વચ્છ બનાવવા પોતાની જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવવા અનુરોધ કરાયો છે. સફાઈ અભિયાનમાં જોડાવવા માટે 97277 70272 તથા 99099 88785 મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધવો.

- text