મોરબી જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકને સભ્યોએ ઠરાવ પસાર કરીને મુલત્વી રાખી

- text


એક સદસ્યએ 193 શિક્ષકોને નોટિસો ફટકારવાનો મામલો ઉખેડતા બેઠકની આગળની કાર્યવાહી ઠપ્પ થઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સભ્યોએ ઠરાવ પસાર કરીને એજન્ડાઓ અંગેની ચર્ચા હવે પછીની બેઠકમાં કરવાનો નિર્ણય લીધો હતો. આમ બેઠકને મુલત્વી રાખી દેવામાં આવી હતી. જો કે સુત્રોમાંથી મળતી વિગત અનુસાર એક સદસ્યએ 193 શિક્ષકોને નોટિસો ફટકારવાનો મામલો ઉખેડતા બેઠકની આગળની કાર્યવાહી ઠપ્પ થઇ હતી.

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક મુલત્વી રાખવા અંગે સમિતિના ચેરમેન તથા ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરાએ જણાવ્યું કે અમુક મુદ્દાઓ એજન્ડામાં ન સમાવાતા બેઠકને મુલત્વી રાખી દેવામાં આવી હતી. આ બેઠકમાં એક સદસ્યએ 193 શિક્ષકોને નોટિસ આપ્યા બાદ શુ પગલાં લેવાયા તેવો પ્રશ્ન પૂછ્યો હતો.અને આ અંગે રજૂઆતો કરી હતી. બાદમાં કઈ ચર્ચા લાયક ન હોય બેઠક મુલત્વી રાખી દીધી હતી.

- text

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું કે કોરમના અભાવે બેઠક 30 મિનિટ મોડી શરૂ થઈ હતી. આ બેઠકમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓના નામ, અટક, જાતિ સુધારણા માટે સતા આપવા તેમજ પાલિકાના શિક્ષણ ઉપકરમાંથી જે રકમ આવે છે તે ક્યાં વિસ્તારની શાળામાં વાપરવી તે અંગેની ચર્ચા આમ બે જ એજન્ડા હતા. જો કે સભ્યોએ એજન્ડાના મુદા ઉપર આગામી બેઠકમાં ચર્ચા કરવાનો ઠરાવ પસાર કર્યો હતો એટલે બેઠક મુલત્વી રાખી દેવાય હતી.

- text