મોરબીની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમા જુના મનદુઃખ મામલે આધેડને માર માર્યો

- text


ચાર શખ્સોએ માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં અગાઉ ફરિયાદ કરવા મામલે થયેલી માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ આધેડ સહિતના વ્યક્તિઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામજીભાઇ કાળાભાઇ પરમાર ઉ.વ.-૫૫ જેતપર ગૌ શાળાની સામે મોરબી વાળાએ રમેશભાઇ ખીમાભાઇ મકવાણા, શારદાબેન ઉર્ફે મુળીબેન રમેશભાઇ ખીમાભાઇ મકવાણા, વસંતભાઇ રમેશભાઇ મકવાણા, અનિલભાઇ રમેશભાઇ મકવાણા રહે બધા સોખડા મોરબી વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૨ ના રોજ લાલબાગ મામલતદાર કચેરી સામે ગ્રાઉન્ડમા ફરીયાદી તથા સાહેદો મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમા બેઠા હતા. ત્યારે ફરીયાદીએ આરોપીને કહેલ કે કેમ અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરેલ છે તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text