મોરબી : આર. ઓ. પટેલ મહિલા કોલેજમાં ટેકનોલોજીના લાભાલાભ અંગે સેમીનાર યોજાયો

- text


સેમિનારના મુખ્ય વક્તા આસિસ્ટન્ટ પ્રો. જસ્મીનઅમૃતિયા તથા આસિસ્ટન્ટ પ્રો. નવનીત અઘેરાએ વિધાર્થિનીઓને હાલની ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીની શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજમાં ટેકનોલોજીના લાભાલાભ વિષય પર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ વિધાર્થિનીઓ હાલના સમયની લેટેસ્ટ ટેકનોલોજીથી વાકેફ કરવાનો હતો. આ સેમિનારમાં કોલેજની વિધાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

સેમિનારના મુખ્ય વક્તા આસિસ્ટન્ટ પ્રો. જસ્મીન અમૃતિયા તથા આસિસ્ટન્ટ પ્રો. નવનીત અઘેરા દ્વારા વિધાર્થિનીઓને હાલના સમયની લેટેસ્ટ ટેકનોલોજી Internet of Things, Artificial Intelligence, Robotics Technology, Google Form, Google Classroom વગેરે જેવા સાંપ્રત સમયના ટેકનોલોજીકલ મુદ્દાઓ વિશે ઝીણવટ ભરી માહિતી આપી હતી. સેમિનારમાં અંતમાં પ્રશ્નોત્તરી રાખવા આવી હતી જેમાં વિદ્યાર્થિનીઓના મુંઝવતા દરેક નાના-મોટા પ્રશ્નોનું સચોટ નિરાકરણ આપ્યું હતું. સમગ્ર સેમીનારનું સફળતાપૂર્વક આયોજન માટે કોમર્સ વિભાગના અધ્યક્ષ મયુરભાઈ હાલપરા એ જહેમત ઉઠાવી હતી.

- text