હળવદના રામેશ્વર (જોગડ) ગામે મારામારીના કેસમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની કેદ

- text


વર્ષ 2013માં બનેલા મારામારીના બનાવમાં હળવદ કોર્ટેનો મહત્વપૂર્ણ ચુકાદો

હળવદ : હળવદ તાલુકાના રામેશ્વર (જોગડ) ગામે વર્ષ 2013માં થયેલી મારામારીના કેસમાં હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં હળવદ કોર્ટે આ મારામારીના કેસમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. અને રૂ.18 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રામેશ્વર (જોગડ) ગામે રહેતા મુકેશભાઈ બાબુભાઈ ઠાકોરને ગત તા.18/6/2013 ના રોજ આ જ ગામે રહેતા ગુગાભાઈ માવજીભાઈ મજેઠીયા, રસિકભાઈ મધાભાઈ મજેઠીયા અને નાથાભાઈ ભીમાભાઈ મજેઠીયાએ ગાળો બોલવાના પ્રશ્ને લાકડી વતી માર માર્યો હતો. આ બનાવની મુકેશભાઈ બાબુભાઈ ઠાકોરે જે તે સમયે આ ત્રણ શખ્સો વિરુદ્ધ માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

આ મામમારીનો કેસ આજે બી.એમ. રાજ સાહેબ જ્યૂડી.મેજી. કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ. પી. માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 13 મૌખિક અને 8 દસ્તાવેજી પુરાવાના ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ત્રણેય આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમજ રૂ. 18 હજારનો દંડ ફટકારી આ દંડની રકમમાંથી રૂ. 10 હજાર ફરિયાદી મુકેશભાઈને ચૂકવવાનો હુકમ આપ્યો હતો.

- text