ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે 19 ફ્રેબ્રુઆરીએ IMA તથા આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર દ્વારા કાર્યશાળાનું આયોજન

- text


મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી તથા આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર દ્વારા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 19 ફેબ્રુઆરીને બુધવારે સવારે 09:00થી 10:30 દરમ્યાન કલરવ હોસ્પિટલ ઉપર, શનાળા રોડ, મોરબી ખાતે આ કાર્યશાળાનું આયોજન થયું છે. આ કાર્યશાળામાં ગર્ભાવસ્થા દરમ્યાન ઉત્તમ આહાર-વિહાર, યોગ, પ્રાણાયામ સહિત વૈજ્ઞાનિક પ્રયોગોને આધારે ઉત્તમ સંતાન પ્રાપ્તિ વિશે સમજ આપવામાં આવનાર છે. 19/02/20ને બુધવારે 1થી 3 મહિનાના સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન રાખવાની જરૂરી કાળજી વિશે સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. જયેશભાઇ પનારા માર્ગદર્શન અપાશે. આ કાર્યશાળામાં હાજર રહેવા માટે માતા-પિતાનું નામ મો.નં. 9825621214 પર વોટ્સએપ મારફતે મોકલી આપી રજિસ્ટ્રેશન કરાવી લેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text