નવા ધરમપુરમાં પાણીની પાઇપલાઈન નાખવાના મામલે મારામારી થતા સામસામી ફરિયાદ

- text


મોરબી : નવા ધરમપુરમાં પાણીની પાઇપલાઈન નાખવાના મામલે મારામારીની ઘટના બની હતી.

ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ મોરબી તાલુકાના નવા ધરમપુરમાં નાનજીભાઇ પ્રેમજીભાઇના મકાનની સામે શેરીમાં આરોપીઓ ચંદુભાઇ પ્રેમજીભાઇ વઢલેકીયા, જીજ્ઞેશભાઇ ચંદુભાઇ વઢલેકીયા, મનજીભાઇ પ્રેમજીભાઇ વઢલેકીયા તથા જયસુખભાઇ મનજીભાઇ વઢલેકીયા (રહે. બધા નવા ધરમપુર, તા-જી-મોરબી)એ ફરિયાદી કિશોરભાઇ પ્રેમજીભાઇ વઢલેકીયા (ઉ.વ-૪૦, ધંધો-ખેતી, રહે-નવા ધરમપુર, તા-જીલ્લો- મોરબી)ને પાણીની પાઇપલાઈન નાખવાના મામલે જેમ ફાવે તેમ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપીને મારામારી કરી હતી. તેમજ કિશોરભાઇને જીજ્ઞેશભાઇએ હાથમા છરી મારી દેતા ટાંકા આવ્યા હતા તેમજ અન્ય વ્યક્તિને જયસુખભાઇએ લોખંડનો પાઇપ મારી દેતા ઇજાઓ પહોંચી હતી.

- text

આ બનાવમાં જયસુખભાઇએ સામા પક્ષના રાહુલભાઇ વજાભાઇ રબારી, કિશોરભાઇ પ્રેમજીભાઇ વઢલેકીયા, મહેશભાઇ બાબુભાઇ વઢલેકીયા તથા સુરેશભાઇ બાબુભાઇ વઢલેકીયા (રહે. બધા ધરમપુર, તા-જી-મોરબી) સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ નોંધાવી છે. જેના મુજબ મહેશભાઇએ જયસુખભાઇને પાઇપ મારતા ડાબી આંખના નેણ ઉપર ટાંકા આવ્યા હતા. તેમજ જયસુખભાઇના દાદી કુંવરબેનને સુરેશભાઇએ પાઇપ મારતા હાથમા ફેકચર આવ્યું હતું. તેમજ કિશોરભાઇએ પાઇપ વડે ચંદુભાઇને મારતા જમણા હાથના પંજામા ફેકચર જેવી ઇજા કરતા તથા મનજીભાઇને પાઇપ મારતા જમણા હાથમા ઇજા થયેલ હોય તેમજ રાહુલભાઇએ છરી બતાવીને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text