હળવદમાં કુખ્યાત શખ્સ ગેરકાયદે જામગરી બંદૂક સાથે ઝડપાયો

- text


હળવદ : મોરબી એસઓજી સ્ટાફે આજે બાતમીના આધારે હળવદના કુખ્યાત શખ્સને ગેરકાયદે જામગરી બંદૂક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

આ બનાવની મોરબી એસઓજી ટીમ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી એસઓજીના પી.આઈ.જે.એમ.આઈના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મકવાણા ,જયપાલસિંહ ઝાલા ,પરેશભાઈ પરમાર ,રમેશભાઈ રબારી ,ધર્મેન્દ્રભાઈ વઘાડિયા , ભરતસિંહ ડાભી , સતીષભાઈ ગરચર ,સંદીપભાઈ માવલા સાહિતનાએ હળવદ તાલુકામાં પેટ્રોલીગ દરમિયાન બાતમીના આધારે હળવદના ટીકર ગામથી માનગઢ જવાના રસ્તે દરગાહ પાસેથી આરોપી રમજાનભાઈ કરીમભાઈ રાજાને ગેરકાયદે હાથ બનાવટની જામગરી ટાઇપની એક બંદૂક કિંમત રૂ.1 હજાર સાથે ઝડપી લઈને તેની સામે આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- text

- text