ગિરનાર ખાતે નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોરબીના ભૂમિકાબેન ભૂત પ્રથમ

- text


ગિરનાર ખાતે નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોરબીના ભૂમિકાબેન ભૂત પ્રથમ

એ ડિવિઝનના મહિલા પોલીસ કર્મીએ સતત ત્રીજા વર્ષે હેટ્રિક કરીને મોરબી જિલ્લા પોલીસની શાન વધારી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભુતે ફરી એક વખત સમગ્ર મોરબી જિલ્લા પોલીસ બેડાની શાન વધારી છે.જેમાં જૂનાગઢના ગિરનાર ખાતે નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોરબીના ભૂમિકા બેન ભુતે મેદાન મારીને સતત ત્રીજી વખત પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે. તેમણે આટલી નાની વયે જ્વલંત સિદ્ધિ મેળવીને પોલીસ બેડા જ નહીં સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

જૂનાગઢના ગિરનાર ખાતે આજે નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 161 અને 11 રાજ્યોના સ્પર્ધક ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જ્યારે ભાઈઓ માટે અંબાજી શિખર સુધી 5500 પગથિયાં અને બહેનો માટે માળી પરબ શિખર સુધી 2200 પગથિયાંની સ્પર્ધા રાખવામાં આવી હતી.આ તમામ સ્પર્ધકો વચ્ચે મોરબી એ ડિવિઝનના કોન્સ્ટેબલ ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભુતે મેદાન માર્યું હતું.જેમાં આ સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ આપીને તમામ સર્પધકોને પાછળ રાખીને તેઓ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. આ સાથે તેમણે સતત ત્રીજા વર્ષે આ રીતે પ્રથમ નંબર મેળવીને મોરબી જિલ્લા પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે.પ્રથમ.ક્રમે વિજેતા થવા બદલ ભૂમિકાબેન ભૂતને મેડલ ,ટ્રોફી અને રૂ 50 હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

- text