મોરબીમાં કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


મોરબી : મોરબીના કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગના લાભાર્થે કિકેટ ટુર્નામેંટનુ આયોજન પરશુરામ પોટરીના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમા સમાજના યુવાનોએ હરખભેર ભાગ લીધો હતો અને સમાજના આગેવાનોએ હાજરી આપી તેઓને બિરદાવેલ હતા. આ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગર ની ટીમ વિજેતા ઘોષિત થયેલ છે. વિજેતા ટીમને સરપંચ જશુબેન સાબરીયા તેમજ મોરબી નગરપાલિકાના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયાના હસ્તે કપ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text