મોરબી : કલા મહાકુંભમાં નિર્મલ વિદ્યાલયનો દબદબો

- text


મોરબી : મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે ગત તા. 1 અને 2 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કક્ષાનો કાલા મહાકુંભ યોજાયો હતો. જે અંતર્ગત નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થી ત્રિવેદી વિસ્મયએ વક્તૃત્વ સ્પર્ધામા પ્રથમ ક્રમાંક તથા ભાલોડીયા હર્ષિલએ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે બંને વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી બિરદાવવામાં આવેલ છે.

- text