મોરબીના અનુસૂચિત સમાજ દ્વારા CAA અંગે કલેક્ટરને સમર્થન પત્ર

- text


મોરબી : મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA – Citizen Amendment Act) અંગે સમર્થન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ત્યાંના લઘુમતી સમાજ હિન્દુ, જૈન, બૌદ્ધ તથા પારસી પર થતા ભયંકર અત્યાચારના કારણે અને ત્યાંની સરકારો આ તમામ સમુદાયોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલ હોય તેમજ 1950માં વિભાજન વખતે થયેલ સમજૂતીનો ભંગ થયેલ છે. આ ઉપરાંત, 1947માં પાકિસ્તાનમાં આ સમુદાયની વસ્તી અંદાજે 23% જેટલી હતી, જે અત્યારે માત્ર 3થી 4% જેવી રહી જવા પામેલ છે અને ત્યાં વસતા હિન્દુઓ પૈકી અનુસૂચિત જાતિ સમાજ પલાયન કરી ભારતમાં વસવાટ કરી રહ્યા છે. રાજકોટ અને મોરબી જીલ્લામાં પણ બહોળી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો વસેલા છે.

- text

આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા જે નાગરિકતા સંશોધન અધિનિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. તે માટે મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ આ કાયદાને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવે છે.

- text