મોરબીના નાની વાવડી ગામે પાટીદાર સમાજનો 23મો સમુહ લગ્નોત્સવ હર્ષોલ્લાસભેર યોજાયો

- text


સમુહલગ્નમાં પાટીદાર સમાજના 95 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા : રક્તદન કેમ્પમાં 300થી વધુ બોટલ એકત્ર થઈ : 50થી વધુ ઘડિયા લગ્ન કરનાર યુગલોનું સન્માન : વૃક્ષારોપણના સંકલ્પ લેવાયા

મોરબી : મોરબી માળીયા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિ દ્વારા આ વખતે યજમાન રહેલા મોરબીના નાની વાવડી ગામે પાટીદાર સમાજના 23માં સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના 95 યુગલોએ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને સંસાર જીવનની મંગલમય શરૂઆત કરી હતી. સમુહલગ્નની સાથે સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવવા માટે રક્તદન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને સમુહલગ્નમાં ઉપસ્થિત તમામ.લોકો પાસે પર્યાવરણનું જતન કરવા વધુને વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ લેવડાવાયા હતા. નાની વાવડી ગામે પાટીદાર સમાજના યોજયેલા સમુહ લગ્નોત્સવ પ્રસંગે મહંત શિવરામદાસ બાપુ, દામજી ભગત, ઓરપેટ ગ્રુપના વરુણભાઈ ભલોડિયા, સમાજ શ્રેષ્ઠી ગોવિદભાઈ વરમોરા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, જેન્તીભાઈ પડસુબિયા, કે.ડી.પડસુબિયા, બેચરભાઈ હોથી, વિનુભાઈ રૂપાલા, પી.એચ.ઘોડાસરા, મગનભાઈ વડાવીયા સહિતના મહાનુભવો અને મોટી સંખ્યામાં પટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહીને આ સ્મૃહ લગ્નોત્સવને દીપાવ્યો હતો. આ તકે મહાનુભવોએ નવ દંપતીઓને મંગલમય દાંમ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી સમાજને ફેશન અને વ્યસન મુક્ત થાય તેવા નક્કર પ્રયાસો કરવાની હાકલ કરી હતી.

- text

તેમજ માતાપિતા અને સાસુ સસરાની સેવા એક સાચો માનવ ધર્મ હોવાનું જણાવ્યું હતું. દરેક યુગલ માતાપિતા અને સાસુ સસરાને એક સમાન ગણીને સાચી તન મન ધનથી સેવા કરશે તો તેમની સંસાર નાવ ક્યારેય ડુબશે નહિ. સંસ્કાર વગરનો પૈસો નકામો છે. ધન પ્રાપ્તિ માટે આંધણી દોટ લગાવતા લોકોને સંસ્કાર અને સાચા જીવન મૂલ્યો અને નૈતિકતાને કોઈપણ કાળમાં વળગી રહેવાની શીખ આપી હતી. સમુહલગ્નની સાથે સામાજિક ઉત્તર દાયિત્વની જવાબદારી નિભાવવા માટે યોજાયેલા રક્તદન કેમ્પમાં 300 થી વધુ રક્તની બોટલ એકત્ર થઈ હતી.તેમજ ઘડિયા લગ્નમાં જોડાનાર 50 થી વધુ યુગલોનું સન્માન કરાયું હતું અને ઘડિયા લગ્નની કાર્તિકરી પહેલને વધુને વધુ આગળ ધપાવવાની હાકલ કરાઈ હતી. આ સમુહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ મનુંભાઈ કૈલા, મંત્રી જ્યંતીભાઈ વિડજા, રમેશ સબાપરા, મણિલાલ સરડવા, જયતિભાઈ પડસુબિયા, કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, વિનોદભાઈ કૈલા તેમજ જુદાજુદા ગામોની સ્વંય સેવકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text