જાણો… કોરોના વાઇરસ અંગે સાવચેતીના પગલાંઓ અને આવશ્યક માહિતી

- text


મોરબી : મુંબઈ સ્થિત પી. ડી. હિન્દુજા હોસ્પિટલના ડો. કૃતાર્થ કાંજીયા દ્વારા કોરોના વાઇરસ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે.

કોરોના વાઇરસ શું છે?

કોરોના વાયરસ એ એક જાતના વાઇરસનો સમૂહ છે. જે સામાન્ય શરદી-ઉધરસથી માંડીને શ્વસનતંત્રને લગતા ગંભીર રોગો કરી શકે છે.

કોરોના વાયરસનો સૌ પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન વિસ્તારમાં નોંધાયો છે. જે સામાન્ય કોરોના વાઈરસથી અલગ છે.

કોરોના વાયરસના લક્ષણો શું છે?

શરદી, ઉધરસ, તાવ, ગળામાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ પડવી

કોરોના વાઇરસ કઈ રીતે ફેલાય છે?

કોરોના વાયરસથી પિડીત દર્દીના સંપર્કમાં આવવાથી
છીંક, ઉધરસ દ્વારા

મને શરદી-ઉધરસ છે તો શું મને કોરોના વાઈરસનું ઈંફેક્શન હોઈ શકે?

ના. શરદી ઉધરસ થવા માટે બીજા અનેક વાઇરસ જવાબદાર છે. જ્યાં સુધી તમે કોરોના વાયરસથી પીડિત દર્દીના સંપર્કમાં નથી આવતા ત્યાં સુધી આ વાયરસથી ચેપ લાગવાની શક્યતા ઓછી છે.

કેવા લોકોને આ ચેપ લાગવાની શક્યતા વધારે છે?

જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, મોટી ઉમરના લોકો અને બાળકોમાં ચેપ લાગવાની શક્યતા વધુ છે.

શું ભારતમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે?

અત્યાર સુધી (28/01/2020) ભારતમાં એક પણ કેસ કન્ફર્મ નોંધાયેલા નથી.

મારે વ્યવસાય અર્થે ચાઇના જવાનું છે તો મારે ત્યાં જવાનું ટાળવું જોઈએ?

- text

હા. અત્યાર સુધીમાં આ વાઇરસ ચાઇના ઉપરાંત થાઇલેંડ, જાપાન, સિંગાપુર, મલેશિયા, અમેરિકા તથા અન્ય દેશોમાં ફેલાયો છે. માટે શક્ય હોય તો મુસાફરી ટાળવી.

હું બે મહિના પહેલા વ્યવસાય અર્થે ચાઇના ગયેલો તો શું મને ચેપ લાગવાની શક્યતા છે?

ના. કોરોના વાઇરસનો સમયગાળો 14 દિવસ છે. માટે અન્ય દેશોની મુલાકાતના 15 દિવસ પછી ચેપ લાગવાની શક્યતા ઓછી છે.

કોરોના વાયરસનું નિદાન કઇ રીતે થાય છે?

હાલમાં ભારતમાં પુણે ખાતે વાયરસની તપાસ થાય છે.

શું આ વાઇરસથી બચવા માટે કોઈ રસી શોધાઈ છે?

ના. અત્યાર સુધી કોઈ રસી ઉપલબ્ધ નથી.

આ વાયરસથી ચેપગ્રસ્ત થયા પછી તેનો ઉપચાર શું છે?

અત્યાર સુધી કોરોના વાઇરસનો 100% ઈલાજ શોધાયો નથી. દર્દીના લક્ષણો પ્રમાણે Symptomatic સારવાર આપવામાં આવે છે.

મારે કોરોના વાયરસથી બચવા શું કરવું જોઈએ?

હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવા
ઉધરસ અને છીંક ખાતી વખતે નાક રૂમાલથી ઢાંકવું
લોકો જોડે હાથ મિલાવવાનું ટાળવું
જંગલી પ્રાણીઓ અને ચામાચિડિયાથી દૂર રહેવું
શરદી ઉધરસ વાળા દર્દીઓના સંપર્કમાં આવવાનું ટાળવું
અન્ય દેશોમાં મુસાફરી ટાળવી

- text