ટંકારામાં અંધારપટ્ટ : આખો દિવસ વીજળી ગુલ રહેતા ભારે અંધાધૂંધી

- text


ફીડરના રિપેરીગ માટે જેટકો કંપનીએ સવારથી સાંજના છ વાગ્યા સુધી વીજળી ગુલ રહેવાની જાહેરાત કર્યા બાદ રાત્રીના 8 -30 વાગ્યે પણ લાઈટ ચાલુ ન થતા હોસ્પિટલો ,લગ્નપ્રસંગોમાં ભારે હાડમારીથી લોકો અકળાયા : દિવસભર વીજળી ગુલ રહેતા રોષે ભરાયેલા લોકો જેટકો કચેરીએ ઉમટી પડ્યા

ટંકારા સમગ્ર ટંકારા પંથકમાં આજે દિવસભર વીજળી ગુલ રહ્યા બાદ અત્યારે રાત્રીના સમયે પણ વીજળી પૂર્વવત ન થતા ભારે અંધાધુધી સર્જાઈ હતી.જોકે ફીડરોના રિપેરીગ માટે જેટકો કંપનીએ આજે સવારથી સાંજના છ વાગ્યા સુધી વીજળી ગુલ રહેવાની અગાઉથી જાહેરાત કરી હતી.એ મુજબ ટંકારા પંથક સાંજના છ વાગ્યા સુધી તો લોકોએ વીજળી વગર હાડમારી વેઠી હતી.પરંતુ જેટકો કંપનીની મોટી ખામી એ હતી કે સાંજના છ બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત થઈ શક્યો ન હતો.હાલ અત્યારે રાત્રીના 8 -30 સુધી પણ વીજળી ગુલ રહી હતી.તેથી ઉશ્કેરાયેલા લોકો જેટકો કચેરીએ ઉમટી પડી રોષ ઠાલવ્યો હતો.

ટંકારા પંથકમાં આજે સવારથી જ જેટકો કંપનીએ ફીડરોની કામગીરી માટે વીજળી ગુલ રહેશે તેવું નોટિફિકેશન જાહેર કર્યું હતું.તે મુજબ આખા ટંકારા પંથક સવારથી વીજળી ગુલ રહી હતી.જોકે જેટકો કંપનીએ વીજળી ગુલ રહેવા અંગે નોટિફિકેશન મંજુર કરાવ્યું હોવાથી સમગ્ર પંથકના લોકોએ દિવસભર વીજળી ગુલ રહેવાની સમસ્યાનો સામનો કર્યો હતો.જોકે જેટકો કંપનીનું સવારથી સાંજના છ વાગ્યા સુધી જ વીજળી ગુલ રહેવાનું નોટિફિકેશન હતું.પણ સાજના છ વીતી ગયા અને હવે રાત્રીના 8 -30 થઈ વધુ સમય થવા છતાં વીજ પુરવઠો ચાલુ થયો ન હતો.દિવસભર વીજળી ગુલ રહ્યા બાદ રાત્રીએ પણ વીજળી ગુલ રહેતા અંધારપટ્ટને કારણે ખાસ કરીને હોસ્પિટલમાં દર્દીઓ અને લગ્ન પ્રસંગોમાં આવેલા લોકોની કફોડી હાલત થઈ ગઈ હતી.જેમાં વીજળી ગુલ થતા બીમાર દર્દીઓની લેબોરેટરી તથા એક્સરે પણ થઈ શક્યા ન હતા.તેમજ ટેલિફોન સેવા પણ ઠપ્પ રહી હતી.

- text

વીજળી ગુલ રહેવાથી આધુનિક ઉપકરણો પણ નકામા બની ગયા હતા.કોમ્યુટરનું કામ પણ અટકી ગયું હતું.આજે ટંકારા પંથકના લોકોની વગર વીજળીએ જુના જમાના જીવતા લોકો જેવી હાલત થઈ ગઈ હતી.આખો દિવસ હાડમારી ભોગવ્યા બાદ પણ રાત્રીએ વીજળી ચાલુ ન થતા ઉશ્કેરાયેલા લોકો જેટકો કચેરીએ ઉમટી પડ્યા હતા.પણ જેટકો કંપનીના અધિકારીએ વીજળી ગુલ રહેવા અંગે લુલો બચાવ કર્યો હતો.તેમણે સ્પે એન્જિનિયરોથી આ કામગિરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.પણ પેનલમાં ભડાકા થતા હજુ લાઈટ આવી શકી ન હોવાનું જણાવ્યું હતું.ત્યારેસ્પે એન્જિનિયરોની કાબેલિયત પર સવાલો ઉઠ્યા છે.

- text