હળવદ વેપારી મહામંડળમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ : પ્રમુખ પદે વિનોદભાઈ પટેલની નિયુક્તિ

- text


વેપારી મહામંડળમાં શહેરના જુદા-જુદા ૨૪ જેટલા એસોસિયન જોડાયા : નવા નિમાયેલા હોદ્દેદારોને વેપારીઓએ પાઠવ્યા અભિનંદન

હળવદ: હળવદ શહેરમાં ત્રણેક દાયકા પહેલા વેપારીઓને મુંઝવતા પ્રશ્નોને વાચા મળે અને વેપારીઓ સંગઠિત રહે તેવા હેતુ સાથે વેપારી મહામંડળની રચના કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ વેપારી મહામંડળના હોદ્દેદારોની ટમ પૂરી થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વેપારી મહામંડળમાં સર્વાનુમતે નિમાયેલા નવા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીને શહેરના વેપારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

હળવદ શહેરમાં જુદા-જુદા ૨૪ જેટલા એસોસિયન બનાવેલા છે. જેમાં તમામ દ્વારા એક વેપારી મહામંડળની રચના કરવામાં આવી છે. આ વેપારી મહામંડળમાં દર બે વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતી હોય છે અને વેપારીઓને લગતા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ત્યારે તાજેતરમાં જ વેપારી મહામંડળ માં રહેલા હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ દલસાણીયા (પટેલ વાયર), ઉપપ્રમુખ પદે ભીખાલાલ પટેલ (પંચનાથ એગ્રો), સેક્રેટરી તરીકે પ્રકાશભાઈ પટવા (ચામુંડા કિરાણા સ્ટોર) અને ખજાનચી તરીકે નરભેરામભાઈ અઘારાની વરણી કરવામાં આવી હતી.

- text

જ્યારે કારોબારી સભ્યમાં ભરતભાઈ રબારી, વિજયભાઈ ઠાકર, મહેન્દ્રભાઈ અને ગોપાલભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. ઉપરોક્ત નવા નિમાયેલા વેપારી મહામંડળના હોદેદારોને શહેરની સામાજિક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ,પત્રકાર સંઘ બાર એસોસિયન સહિત વેપારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલાં જ હોદ્દ ની લાલચે વેપારીઓમાં ભાગલા પડાવી એક કહેવાતુ નવું સંગઠન બનાવવામાં આવ્યું હતું પરંતુ આ સંગઠનનું બાળમરણ થયું છે? માત્ર થોડા દિવસોમાં જ મોટાભાગના હોદ્દેદારો દ્વારા રાજીનામાં ધરીદય વેપારી મહામંડળ માં જોડાઈ ગયા છે સાથે જ મોટાભાગના વેપારીઓ એ પણ ખબર પડતાની સાથે જ આ કહેવાતા સંગઠનથી કિનારો કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

- text