મોરબી જિલ્લામાં મતદાર યાદીમાં સામેલ થવા માટે 6758 યુવા મતદારોની નોંધણી

- text


મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો 32 હજારથી વધુ લોકોએ લીધો લાભ : કુલ 19422 લોકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યા : નામ કમી કરવા માટે 5837 અરજીઓ મળી

મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો કુલ 32 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં 6758 યુવા મતદારોએ પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે નોંધણી કરાવી હતી. જ્યારે નામ ઉમેરવા માટે 19,422 અને નામ કમી કરવા માટે 5,837 ફોર્મ ભરાયા હતા.

મોરબી જિલ્લામાં ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ક્રાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં દરેક મતદાન મથકે મતદારયાદીને લગતા કામો કરવામાં આવતા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી તંત્રને કુલ 32,131 ફોર્મ મળ્યા હતા. જેમાં નવુ નામ નોંધાવવા માટે 19,422 ફોર્મ નંબર 6, નામ કમી કરવા માટે 5737 ફોર્મ નંબર 7, નામ અથવા અન્ય સુધારા માટે 5909 ફોર્મ નંબર 8 તેમજ સરનામું બદલવા માટે 1663 ફોર્મ નંબર 8(ક) મળ્યા હતા.

- text

19422 ફોર્મ નંબર 6 પૈકી 6758 લોકો એવા હતા કે જેઓની ઉંમર 18થી 19 વર્ષ હોય. આમ મોટી સંખ્યામાં યુવા મતદારોએ આ કાર્યક્રમમાં રસ દાખવ્યો હતો. જેમાં વિધાનસભા બેઠક વાઇઝ જોઈએ તો 65- મોરબી બેઠકમાં 1732, 66- ટંકારા બેઠકમાં 2097, 67- વાંકાનેર બેઠકમાં 1691 યુવા મતદારોએ નામ ઉમેરવા માટે અરજી કરી હતી. જ્યારે નામ કમી કરાવવા માટે 65- મોરબી બેઠકમાં 1732, 66- ટંકારા બેઠકમાં 2097, 67- વાંકાનેર બેઠકમાં 1308 અરજીઓ મળી હતી.

- text