વાંકાનેર : ગ્રામ પંચાયત પાસે ગંદકી ફેલાવવાની ના પાડતા સરપંચ ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી પાસે ગંદકી ફેલાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સૉએ સરપંચ સહિતના વ્યક્તિને માર માર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની સરપચે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના સરપંચ રમેશભાઇ રામજીભાઇ કાજીંયા ઉ.વ. ૫૫ એ તે ગામમાં જ રહેતા નરેશભાઇ મોહનભાઇ ચાવડા, મોહનભાઇ ત્રીકમભાઇ ચાવડા, કિશનભાઇ મોહનભાઇ ચાવડા, ચંપકભાઇ મોહનભાઇ ચાવડા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલ તા.૨૭ ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યે વીડી જાંબુડીયા ગામે દેવાભાઇની દુકાન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી સરપંચ તરીકે આરોપીઓને પંચાયત ઓફીસની બાજુમા મૃત પશુ ઉખેળવાનુ કામ કરી ગંદકી કરતા હોય જેથી ગંદકી નહીં કરવા અને તેઓને ફાળવેલ જગ્યાએ ઢોર ઉખેળવાનુ કામ કરવા સમજાવા જતા આરોપીઓ એકાએક ઉશ્કારાઇ જઇ ગાળો આપી લાકડીઓ વતી ફરીયાદીને માર માર્યો હતો.તથા ચારેય જણાએ ફરીયાદી અને સાહેદને ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની સરપંચની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text