મોરબીના ચાંચાપર ગામના ખેડૂત રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક તરીકે વિજેતા

- text


કૃષિ વિભાગ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વિજેતા પશુપાલકને રૂ. 50 હજારનું પુરસ્કાર એનાયત કરાયું

મોરબી : મોરબીના ચાંચપર ગામને ખેડૂતને રાજ્યના સૌથી શ્રેષ્ઠ પશુપાલક તરીકે જાહેર કરીને કૃષિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રથમ વિજેતા પશુપાલકને રૂ.50 હજારનું પુરસ્કાર એનાયત કરાયું હતું. જેમાં પશુપાલનનું જ્ઞાન અને તમામ પાસાઓની રાજ્ય સરકારની એક કમિટી દ્વારા યોગ્ય ખરાઈ કરીને ચાચાપર ગામના ખેડૂતને સમગ્ર રાજ્યના સર્વશ્રેષ્ઠ પશુપાલક તરીકે ઘોષિત કરાયા છે.

- text

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ શ્રેષ્ઠ પશુપાલક કોણ તે જાણવા માટે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહની યોજના મંજુર કરવામાં આવી છે. જેના અન્વયે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર, પશુપાલન નિયામકની કચેરી, કામધેનુ યુનિ. ગાંધીનગર તથા રાજ્યકક્ષાની શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિજેતા પસંદગી કમિટી દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોની પસંદગી કરવામાં આવી હતી. આ માટે કમિટી દ્વારા જે તે પશુપાલકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પશુપાલનના ફાર્મ તબેલાની સમગ્ર પરિસ્થિતિ અને પશુપાલન અંગેનું સમગ્ર જ્ઞાન સાહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં યોગ્ય ખરાઈ થતા મોરબી તાલુકાના પશુપાલક નંદની ડેરી ફાર્મના સંઘાણી નિલેશભાઈ દેવકરણભાઈને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક તરીકે વિજેતા જાહેર કર્યા હતા અને આ પશુપાલકને રૂ. 50 હજારનું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ પશુપાલકે શ્રેષ્ઠ રીતે પશુપાલન કરીને મોરબીને આ ગૌરવ અપાવ્યું છે. તેમની શ્રેષ્ઠ પશુપાલક બનાવાનો એમનો પુરુષાર્થ અને સંઘર્ષ મોરબી જિલ્લાના જ નહીં સમગ્ર રાજ્યના પશુપાલકો માટે પ્રેરણાદાયી છે.

- text