મોરબી પંથકમાં સવારે વાતાવરણમાં પલટો, ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન

- text


હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે વરસાદી વાતાવરણ

મોરબી : મોરબીમાં વાતાવરણમાં પલટાથી વહેલી સવારથી જ વાતાવરણમાં ધૂમમ્સ જોવા મળી સમસ્યાના કારણે વાહન વ્યવહાર પર સીધી જ અસર જોવા મળતી હતી. રાજકોટ મોરબી હાઇવે પર દરરોજના હજારો વાહન પસાર થઈ રહ્યા છે ત્યારે આ હાઇવેને ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ છે તો બીજી તરફ વહેલી સવારથી ધૂમમ્સના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુસીબત પડી રહી હતી.

- text

આજે વહેલી સવારે રાજકોટ મોરબી હાઇવે પર ધુમ્મસના કારણે આગળ જતાં સો મીટર વાહનો વાહનચાલકોની દેખાતા ન હતા. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુસીબત પડી રહી હતી. તેમજ ધુમ્મસના કારણે વાહનચાલકો પોતાના વાહન રોડની સાઇડ પર પાર્ક કરતા જોવા મળ્યા હતા તો આ સાથે ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

- text