મોરબીના જલારામ મંદિરમાં જલારામ બાપાના સદાવ્રતનો ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો

- text


મોરબી : આજથી 200 વર્ષ પહેલાં સંત શ્રી જલારામ બાપાએ સેવાની અલખ જગાવી હતી. ભુખ્યાને ભોજન આપવાનું એ સદાવ્રત કાર્ય પાછલા બસ્સો વર્ષથી અવિરત ચાલ્યું આવે છે. આ વર્ષે એ સેવાકાર્યની બે સદી પૂર્ણ થતાં મોરબી સ્થિત જલારામ મંદિર ખાતે એક અનેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જલારામ બાપાએ સ્થાપેલ “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢૂંકડો”ની વિભાવનાને લઈને વીરપુર મુકામે શરૂ કરેલ સદાવ્રતને બસ્સો વર્ષ પૂર્ણ થતાં મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલા દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધૂન-ભજન, મહાઆરતી તથા મહાપ્રસાદ સહીતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેનો લાભ અનેક ભાવિકોએ લીધો હતો તેમજ જેમાં બહોળી સંખ્યામા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

- text