ટંકારા : પ્રજાસત્તાકની ઉજવણીમાં આર્ય ગુરુકુળના આચાર્યને મંચસ્થ સ્થાન ન અપાતા લોકોમાં નારાજગી

- text


ટંકારા : ટંકારા ખાતે ૭૧મા જીલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આન, બાન અને શાન સાથે કરવામાં આવી હતી. જેમાં ગુરૂકુલના આચાર્ય રામદેવ શાસ્ત્રીને ન આપ્યું મંચ પર સ્થાન ન આપવામાં આવતા નગરજનોમા વહીવટી તંત્ર માટે નારાજગી જોવા મળી હતી.

- text

પ્રજાસત્તાક પર્વ ઉજવણી વેળાએ વહીવટી તંત્રની નરી આંખે વળગે એવી ક્ષતિ જોવા મળી હતી. જેમા વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં આવેલ ગુરૂકુલના આચાર્ય રામદેવ શાસ્ત્રીને મંચ પર પણ ન આપતા આચાર્યનુ અપમાન થયાનો ગણગણાટ શરૂ થયો હતો. જ્યારે બીજી બાજુ એ જ મંચ પર ખુરશી ખાલી હતી અને તંત્રે ભુલ સુધારવા પણ મોકો મળ્યો હતો પરંતુ પક્ષના હોદેદારોને સન્માન આપવામાં વ્યસ્ત તંત્રએ પોતાની ભૂલ પ્રત્યે બેદરકારી દાખવી હતી. ત્યારે જિલ્લા કલેકટરે એમના ઉદ્બોધનમા દયાનંદ સરસ્વતીને સ્થાન આપ્યું પણ એના જ તંત્ર દ્વારા ગુરૃકુળના આચાર્યને અપમાનિત કરાતા દયાનંદ સરસ્વતી સાથે સંકળાયેલા આર્યસમાજમાં આચાર્યના અપમાનને લઈ ભારે રોષ ફેલાયો છે.

- text