પાકિસ્તાનથી અહીં સ્થાયી થઈને ભારતીય નાગરિકતા મેળવનાર લોકોના હસ્તે ભારતમાતાનું પૂજન

- text


નાગરિકતા કાનૂનના સમર્થનમાં સમગ્ર દેશમાં પહોંચશે પ્રેરણાદાઈ સંદેશ

મોરબી : ૭૧માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનો જુવાળ ઉઠ્યો છે ત્યારે મોરબીમાં એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે યજમાન દ્વારા પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા અને હવે કાયદેસરની ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી ચૂકેલા લોકો પાસે ભારતમાતાની વંદના કરાવીને એક પ્રેરણાદાયી પગલું ભરાયું હતું.

૨૬ જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસત્તાક દિવસ. આજના દિવસે શુભ મુહૂર્ત હોવાથી ઘણા રાંદલનાં પ્રસંગો પણ મોરબીમાં ઉજવાઈ રહ્યા છે. જેમાં બે પ્રસંગો વિશેષ રીતે ભારત માતાનું પૂજન કરી ને ઉજવાયા હતા જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

નીરવભાઈ ભટ્ટના ઘેર રાંદલ ઉત્સવમાં ભટ્ટ પરિવારનાં બધા સભ્યો અને તમામ આમંત્રિત મહેમાનોએ ભોજન પહેલા ભારત માતાનું પૂજન કરીને આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને સન્માન આપી દેશના સાર્વભૌમત્વની સુરક્ષાનો સંકલ્પ લીધો લીધો હતો.

જ્યારે અન્ય એક ધાર્મિક પ્રસંગ અન્વયે ચેતનભાઈ તથા નીતિનભાઈ વસિયાણિનાં ઘેર પણ રાંદલ ઉત્સવ નિમિત્તે રાત્રે રાસ દાંડિયાનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા વસિયાણિ પરિવાર અને આમંત્રિત મહેમાનોએ ભારતમાતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે સિલ્વર હાઈટ્સ એપાર્ટમન્ટમાંમાં રહેતા તમામ ભાઈઓ, બહેનો અને બાળકોએ ભારતમાતાની આરતી ઉતારી ભારત માતાની એકતા- અખંડિતતા, હિન્દુ ધર્મ, ગૌ માતા, મંદિર અને માં-બહેનોની રક્ષા માટે સંકલ્પ લીધો હતો.

- text

બન્ને કાર્યક્રમમા વિશેષ વાત એ હતી કે ભારત સરકારે નાગરિકતા કાનૂન પસાર કરતા વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા હિન્દૂ ભાઈઓ કે જેમના વડીલો 14 મી ઓગષ્ટની રાતે જ્યારે સુતા ત્યારે ભારતમાં સુતા હતા અને જ્યારે સવારે ઉઠ્યા ત્યારે પાકિસ્તાનમાં ઉઠ્યા. પાકિસ્તાનમાં ખૂબ જ દુઃખી અને હેરાન પરેશાન લોકો કે, જેઓ પોતાનો ધર્મ બચાવવા માટે પોતાની મિલકત સગા સંબંધીઓને છોડી દુઃખી હૃદયે ભારતમાં આવ્યા અને શરણાર્થી તરીકે રહેતા હતા. તેઓને ભારતનાં CAA- CAB નવા લાગુ થયેલા કાયદા અંતર્ગત હમણાં જ લીગલ પ્રોસેસ દ્વારા નાગરિકતા આપવામાં આવી હતી. આવા ભારતનાં નવા નાગરિકોને પણ આ ધાર્મિક સમારોહમાં ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ પણ આપણા જ ભાઈઓ છે, તેમની સાથે એક સંબંધ સેતુ મજબૂત બને, આ લોકો આપણાં જ ભાઈઓ હોય દૂધમાં જેમ સાકર ભળે એમ આપણી સાથે ભળી જાય એ હેતુ સર રાંદલ પ્રસંગમાં ભોજન સમારંભમાં સૌ સગા વ્હાલઓની સાથે ભોજન લેવડાવ્યું હતું અને ભરતમાતાનું પૂજન કરાવ્યું હતું.

યજમાન નીરવભાઈ તથા ચેતન ભાઈના જણાવ્યા અનુસાર દરેક ભારતીયોએ પોતાના શુભ પ્રસંગોની શરૂઆત ભારતમાતાનાં પૂજનથી શરૂ કરવી જોઈએ. ભલે પ્રસંગ કોઈ પણ તારીખ પર રાખીએ પણ ભારત માતાનું પૂજન કરવાથી ખાસ કરીને નવી પેઢીના બાળકો પર દેશભક્તિની ભાવના પ્રબળ બને છે અને એમના મનમાં એવો સંકલ્પ દ્રઢ બને છે કે, “દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના શીખે દેશ કો”

- text