હળવદ : માધ્યમિક શાળામાં શિક્ષકો ન ફાળવાતા અંતે ચાર યુવાનો શરૂ કર્યો શિક્ષણ યજ્ઞ

- text


ખેતરડી ગામે માધ્યમિક શાળામાં ૯,૧૦ના વર્ગોને મંજૂરી તો આપી પણ શિક્ષકોની ફાળવણી ન થતા અંતે ચાર યુવાનોએ શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો

હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામે આવેલ માધ્યમિક શાળામાં ઘો.૯ અને ૧૦ ના વર્ગો શરૂ કરવાની મંજૂરી તો આપી દેવાઈ હતી. પણ આ વર્ગો માટેના શિક્ષકો ફળવાયા ન હતો. તેથી, આ વર્ગો બંધ કરવાની નોબત આવી હતી. પણ ગામના ચાર યુવાનોએ આ વર્ગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરીને મોબાઇલમા મસ્ત રહેતી યુવા પેઢીને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

આજે જ્યારે ગામડા પોતાના સંતાનોને ભણાવવાને લઈ શહેર તરફ હિજરત કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના છેવાડાનું ખેતરડી ગામ જયાના ચાર શિક્ષિત યુવાનો એ સમાજને નવો રાંહ ચિધ્યો છે અને બેટી ભણાવો ગામડું બચાવોને ખરા અર્થમાં સાર્થક કરવા પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગે ધોરણ ૯ અને ૧૦ ના છાત્રો માટે ખેતરડી માધ્યમિક શાળામા વર્ગની મંજૂરી તો આપી પરંતુ અભ્યાસ કરતા છાત્રો માટે શિક્ષકની ફાળવણી ન થતા શાળાના વર્ગને બંધ કરવાની નોબત આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય, જેની જાણ ગામના ચાર શિક્ષિત યુવાનોને થતા એ વર્ગને ચાલુ રાખવાનું બિડુ ઝડપ્યું હતું અને શિક્ષણ માટેનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

- text

ખેતરડી માધ્યમિક શાળામાં ધોરણ ૯ ને ૧૦ મા શિક્ષક તરીકે સેવા આપતા અને એફ્પો સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ દેકાવાડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા ગામના ગોરધનભાઈ દેકાવાડીયા, નગાભાઇ સેફાતરા, હેતલબેન મકવાણાએ શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. અમારા ગામે માધ્યમિક વર્ગની મંજૂરી મળ્યા બાદ શિક્ષક ન ફાળવ્યા હોય મંજુર થયેલ વર્ગ બંધ થઈ જશે અને બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ફરી હળવદ, વાંકાનેર, સુરેન્દ્રનગર કે મોરબી સુધીનો લાંબો પંથ કાપવો પડશે. જેથી, મોટાભાગના છાત્રો ગરીબ કે મધ્યમ પરિવારમાંથી હોય અભ્યાસને પડતો મુકી પારિવારિક કાર્યમાં જોડાઇને અભ્યાસ પડતો મુકશે. આ બાબતનો રંજ હોય તેથી મિત્રોએ નક્કી કર્યું કે આપણા ગામના વિદ્યાર્થીઓને આપણા ગામમાં જ ભણાવવા માટે આપણે આપણા દૈનિક કાર્યની એક કલાક એટલે કે બે પ્રિયેડ બાળકો પાછળ ફાળવવા સંકલ્પ સાથે શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવ્યું છે. જે શિક્ષણ વિભાગ ભરતી ન કરે ત્યાં સુધી આ સેવા યજ્ઞ શરૂ રાખવાનુ જણાવ્યું હતું

ખરેખર આજના યુવાનો જે મોબાઇલની દુનિયામાં તો આખી દુનિયાને જાણે છે પણ ગામ કે મહોલ્લા માટે સમય પણ મળતો નથી કે સુવિધાની જાળવણી કરી શકે. એમને માટે આ ચાર જુવાનિયા પ્રેરણા આપે એવો કેડો કંડાર્યો છે. સાથે બેટી બચાવો બેટી પઢાવોનુ સુત્ર માત્ર બેનર બની ન રહે એ માટે બંધબેસતો દાખલો ઉભો કર્યો છે.

- text