ચંદ્રપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં. 11ની ચૂંટણીમાં દક્ષાબા ઝાલાનો વિજય

- text


વાંકાનેર : ચંદ્રપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં. 11ના સભ્ય તરીકેની ચૂંટણી ગત તા. 19 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી. જેમાં કિશોરસિંહ મુળરાજસિંહ ઝાલા, જયેશકુમાર વજેરામ મઢવી તથા દક્ષાબા હરિશ્ચન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં કુલ 382 મતમાંથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચના પત્ની દક્ષાબા ઝાલાએ 245 મત મેળવી 131 મતની લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ તકે દક્ષાબા ઝાલાને પરિવારજનો તથા ગ્રામજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text