મોરબીના વહીવટી તંત્ર દ્વારા નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

- text


મોરબી : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા તથા મહિલાઓને કાયદાકીય જાગૃતિ અને નારી અદાલતની સમજ આપવાના હેતુસર નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબીરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ લોકસભા), પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી ડી.ડી.ઓ., નગરપાલિકા કાઉન્સિલરો તેમજ વહીવટી તંત્રના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

- text