મોરબી : પાડોશીની અગાશી ઉપર પતંગ ચગાવવા મામલે બબાલ થતા ઘરમાં ઘુસી તોડફોડ-હુમલો

- text


યુવાને આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ગઈકાલે ઉતરાયણના દિવસે પાડોશીની અગાશી ઉપર પતંગ ચગાવવા મામલે બબાલ થતા બઘડાટી બોલી ગઈ હતી. જેમાં આઠ શખ્સોએ યુવાનના ઘરમાં ઘુસી ચીજવસ્તુઓની તોડફોડ કરીને હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાલીકા પ્લોટ નર્મદા હોલની બાજુમા રહેતા જાકીરભાઇ હનીફભાઇ કાજેડીયા ઉ.વ.૨૮ નામના યુવાને આરોપીઓ રમીજ હુશેનભાઇ ચાનીયા, એજાજ આમદભાઇ ચાનીયા, ઇરફાન કરીમભાઇ મીયાણા, ઇન્તીયાજ સલીમભાઇ સાઇચા, ફરીદ અબ્બાસભાઇ સાઇચા, દાઉદ અબ્બાસભાઇ સાઇચા, મેશ લાભુભાઇ ભીલ, રીયાજભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૪ના રોજ ઉતરાયણના દિવસે કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ ફરીયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં આરોપીઓ ફરીયાદીની બાજુની છત ઉપર પતંગ ચગાવતા હોય અને ગાળો બોલતા હોય, જેથી સાહેદે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીના સ્પીકર તથા ઘરવખરીની ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકશાન પહોચાડી ગાળો આપતા ફરીયાદી સમજાવવા જતા બોલાચાલી થતા આરોપીએ લોખંડનો પાઇપથી હુમલો કર્યો હતો. તેમજ અન્ય આરોપીએ છરીનો એક ઘા જમણા હાથે કોણીના ભાગે મારી ઇજા પહોચાડી હતી તથા આરોપીઓએ લાકડા ના ધોકા વડે આડેધડ શરીરે માર મારી ફરીયાદીને ઇજાઓ પહોચાડી જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text