ટંકારા : કાનુની માર્ગદર્શન આપી યુવા દિવસ ઉજવાયો

- text


ટંકારા : ટંકારામાં લાઇફ લિંકસ વિઘાલય ખાતે યુવા દિવસની ઉજવણી કાનુની માર્ગદર્શન આપી કરવામા આવી હતી. જેમા ટંકારાની કોર્ટના કાનુની સેવા સમિતિના અધ્યક્ષ અને સભ્યો હાજર રહ્યા હતા. ટંકારા જામનગર હાઈવે પર કલ્યાણપરના પાટીયા પાસે આવેલી લાઇફ લિંકસ વિઘાલયના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવેકાનંદના અવતરણ દિવસ એટલે કે જેને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી, આજના યુવાનો કાયદાની ફરજ અને હક્ક માટે જાગૃત થાય, એવા ઉમદા હેતુથી ટંકારા કાનુની સેવા સમિતિ અધ્યક્ષ એલ. એન. પુંજાણી દ્વારા કાનુની માગદશઁન આપ્યુ હતું. તેમજ લિગલ એડવાઈઝર મુકેશભાઈ બારૈયા સહીતના એ કાનુની સામાન્ય સમજણ બાળ છાત્રોને આપી હતી. શાળાના આચાર્ય હિતેનભાઇ બારૈયાએ યુવા દિવસની ઉજવણી અર્થે વિદ્યાર્થીઓને માહીતગાર કરવા માટે આવેલા તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો.

- text