મોરબીમાં રવિવારે 1 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. 19 જાન્યુઆરી, 2020ના રોજ પલ્સ પોલિયો અભિયાન કાર્યક્રમના અનુસંધાને પોલીયો રવિવાર 19 જાન્યુઆરી 2019ના રોજ જન્મથી પાંચ વર્ષ સુધીના આશરે 1,29,766 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લામાં કુલ 572 પોલિયો બુથનું આયોજન કરેલ છે તેમજ પોલિયો રવિવારના રોજ બુથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં બાકી રહી ગયેલ બાળકોને પોલિયો પીવડાવવા માટે તા. 20 અને 21 જાન્યુઆરી એમ બે દિવસ 1157 ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત કરી બાકી રહેલ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આયોજન કરેલ છે.

અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 23 ટ્રાનઝિસ્ટ ટીમોની રચના કરેલ છે. આમ, આ કાર્યક્રમને પહોંચી વળવા માટે જિલ્લાના કર્મચારી આશા બહેનો આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો વગેરે મળી કુલ 3148ને કામગીરી સોંપવામાં આવેલ છે તેમજ સુપરવિઝન સારી રીતે થાય તે માટે 122 સુપર વાઈઝરને ફરજ સોંપેલ છે.

- text

મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતિરા દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે ચાલુ વર્ષમાં સરકાર તરફથી પ્લસ પોલિયો આ એક જ રાઉન્ડ નું આયોજન કરેલ હોય, જેથી જન્મથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો રવિવાર 19 જાન્યુઆરી, 2020ના રોજ નજીકના પોલિયો બુથ ઉપર લઇ જઇને પોલિયોના ટીપા પીવડાવો અને પોલિયો સામે રક્ષણ અપાવો. વધુ માહિતી માટે આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોનો સંપર્ક કરવાનું યાદીમાં જણાવેલ છે.

- text