ટંકારાના છતર ગામે પવનચક્કીના લાઈટના થાંભલા હટાવવાનો આદેશ

- text


સ્થાનિક લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું : જોખમરૂપ પવનચક્કીના લાઈટના થાંભલા હટાવવાની કાર્યવાહી કરાઈ

ટંકારા : ટંકારાના છતર ગામે પવનચક્કીના લાઈટના થાંભલા જોખમરૂપ હોવાથી આ મામલે ભાજપના મહામંત્રી રૂપસિહની મધ્યસ્થી સ્થાનિક લોકોએ ટંકારાના મામલતદાર પંડયાને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરો હતી અને જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું.આ અધિકારીએ છતર ગામના પવનચકીના લાઈટ થાંભલા દૂર કરવાનો આદેશ આપતા તાત્કાલિક આ લાઈટ થાંભલા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

ટંકારાના છતર ગામે 100 વારના પ્લોટ પાસેથી પવનચક્કીની હેવી લાઈન પસાર થતી હોય કોન્ટ્રાક્ટરોએ પોલીસ બંદોબસ્ત સાથે કામ ચાલુ કર્યું હતું.જેના પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો અને સ્થાનિક રહીશોએ કલેકટર કચેરી અને મામલતદારને આવેદન સાથે ઉગ્ર રજુઆત કરી હતી.તેમજ જોખમી વીજ થાંભલા દૂર કરવાની માંગ કરી હતી.આથી આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક તંત્ર દોડતું થઇ લાઈનને દુર કરવા આદેશ કર્યો હતો અને આ કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવી હતી. ભાજપના તાલુકા સંગઠનના મહામંત્રી રૂપસિહ ઝાલાની મધ્યસ્થી મામલતદાર પંડયાએ દેવી પુજક સમાજને કલાકમા ન્યાય આપતા રહીશોએ અધિકારીનો આભાર માનીને ખુશી વ્યક્ત કરી હતી.

- text