પ્રાચીન તથા આધુનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો થકી વરડુસર પ્રા. શાળાની દીવાલો જાણે જીવંત બની

- text


મોરબી : ભારતની પ્રાચીન તથા આધુનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો થકી વરડુસર પ્રા. શાળાની દીવાલો જાણે જીવંત બની ગઈ છે.

- text

વરડુસર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની દીવાલો દેશના પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ દ્વારા કરવામાં આવેલ પુષ્પક વિમાન કે ખગોળીય શોધોને દર્શાવતા ચિત્રો 3D પિક્ચર ટેક્નોલોજી દ્વારા દોરવામાં આવેલ છે. તેમજ આજના યુગની રમતો અને ભુલાઈ ગયેલ રમતો લોકોને સ્મરણ આવે તે માટે તથા ‘Think Different’ના સૂત્રને અનુસરીને વિદ્યાર્થીઓને કંઈક અલગ વિચારવાની પ્રેરણા આપે તેવા ચિત્રો દોરવામાં આવેલ હતા. આમ, પ્રેરણાદાયી ચિત્રો દ્વારા શાળાની દીવાલોને રચનાત્મક રીતે રંગીન અને સુશોભિત કરવામાં આવેલ હતી.

- text