લાલપર નજીક સાન્યો સીરામીક માં લાગેલી વિકરાળ આગ છ કલાકે કાબુમાં આવી

- text


મોરબીના ત્રણ ફાયરફાયટરોએ અઢાર જેટલા ફેરા કરી પેકીંગ માટે રાખેલા ઘાસના જથ્થામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો :

મોરબી : મોરબી નજીક લાલપર પાસે આવેલા સાન્યો સીરામીકમાં ગઈ કાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ અંગે જાણ થતા મોરબીની 3 ફાયર બ્રિગેડની ટિમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં વિનય ભટ્ટ સહિતના જવાનોએ તુરંત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

સાન્યો સીરામીક માં પેકીંગ માટે રાખવામાં આવેલા ઘાસના વિશાળ જથ્થામાં ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ત્રણ ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આશરે 6 કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. આ દરમ્યાન ફાયર ફાયટરના અઢાર જેટલા લાઇ બંબાઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પેકીંગ માટે રાખેલા સૂકા ઘાસમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે કેટલું નુકશાન થયું છે તે હજુ જાણી શકાયું નથી. જો કે આગને કારણે કોઈ જાનહાની થઈ નથી એ એક રાહતની બાબત છે.

- text