મોરબી : સિંચાઇના વર્કચાર્જ કર્મચારીઓને સાતમા પગાર પંચમાં થતો અન્યાય દૂર કરવા માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીના સિંચાઇ વિભાગના વર્કચાર્જ કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત 21 માસના ગાળાની તફાવતની રકમ ચૂકવવા માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીની મુખ્યમંત્રીને રજુઆત કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા પાણી પુરવઠાના કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં તા.01/01/2016 થી તા.30/09/2017 એમ કુલ 21 માસના ગાળાના તફાવતની રકમ ચૂકવવાની બાકી છે. જ્યારે સમકક્ષ કર્મચારીઓ કે જેઓ માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવે છે. તેઓને આ રકમ ચુકવાયેલ છે. તો એક જ રાજ્યના એક જ કેડરના કર્મચારીઓ માટે અલગ-અલગ ધારાધોરણ શા માટે? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

- text

તેથી, આ સિંચાઇ વિભાગ હેઠળ આવતા વર્કચાર્જ કર્મચારીઓને સત્વરે આ તફાવતની રકમનું ચૂકવણું કરીને ન્યાય આપવા અને આ બાબતે લગત વિભાગને યોગ્ય આદેશો આપવાની માંગ કરી છે. જો આ બાબતે સમયસર યોગ્ય કરવામાં નહિ આવે તો લગત કર્મચારીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

- text