મોરબી : સુદર્શન પાર્ક સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ અટકાવવાની માંગ

- text


સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વિગતવાર રજુઆત કરી

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સુદર્શન પાર્ક સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ ચાલતું હોય જે બાંધકામ સ્થાનિક રહીશો માટે અડચણરૂપ હોવાની ફરિયાદ સાથે સ્થાનિક રહીશોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વિગતવાર રજુઆત કરી હતી અને તેમની સોસાયટીમાં ચાલતા ગેરકાયદે બાંધકામને અટકાવવાની માંગ કરી હતી.

- text

મોરબીના લીલાપર કેનાલ રોડ રામકો બંગ્લોઝ પાસે આવેલ સુદર્શન પાર્ક સોસાયટીમાં રહેતા ભાઈલાલભાઈ જીવરાજભાઈ સહિતના રહીશોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે ,તેમની સુદર્શન પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર 4 અને 5 ઉપર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે.નગરપાલિકા તંત્રની મંજુરી લીધા વગર અહીંયા ચાર માળની બિલડીગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ ગેરકાયદે બાંધકામ જોખમી હોય સ્થાનિક રહીશોએ આ બાંધકામ અટકાવાની માંગ સાથે નગરપાલિકા તંત્રને અગાઉ રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી.તેથી સોસાયટીના રહીશોએ આજે જિલ્લા કલેકટરને રજુઆત કરીને તેમની સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ અટકાવવાની માંગ કરી છે.

- text