સાઉદી અરબમાં યોજાનાર ઈન્ટરનેશનલ પેટ્રોલિયમ ટેકનો. કોન્ફરન્સમાં મોરબીના યુવાનની પસંદગી

- text


મોરબી : સાઉદી અરબ દહરાન દમામ સીટીમાં ઈન્ટરનેશનલ પેટ્રોલિયમ ટેકનો કોન્ફરન્સ આગામી 11 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. આ કોન્ફરન્સ માટે વિશ્વમાંથી માત્ર 100 વ્યક્તિઓને પસંગ કરવામાં આવેલ છે. જેમાં મોરબીના રહીશ પરાગ હસમુખભાઈ ભોરણીયાનો સમાવેશ થાય છે. જે બાબત ભોરણીયા પરિવાર તથા સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન છે. આ તકે ભોરણીયા પરિવાર તરફથી તેમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.

- text