સીરામીક ઉદ્યોગમાં બાળકો પાસે મજૂરી કરાવતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઢુંવા ચોકડી પાસે આવેલ એક સીરામીક ઉદ્યોગમાં બાળકો પાસે બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હોવાથી ત્રણ કારખાનેદારો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

વાંકાનેર તાલુકાની ઢુંવા ચોકડી પાસે આવેલ સનફલોરા વિટ્રીફાઇડ પ્રા.લી., જે ઉદ્યોગ જોખમી ઉદ્યોગોની યાદીમાં આવતો હોવા છતાં કારખાનામાં ૧૮ વર્ષથી નીચેના વ્યકિતઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાથી ગઈકાલે તા. 8 જાન્યુઆરીના રોજ સરકારી શ્રમ અધિકારી કે. કે. શાહ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી કારખાનાના માલિક રમેશકુમાર ધરમશીભાઇ ભીમાણી (ઉ.વ. આશરે ૪૬, રહે. ઉમીયાનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી), સુપરવાઇઝર કેશુભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા તથા શિવઅવતાર યોગેન્દ્રપ્રસાદ (રહે. ત્રણેય હાલ સનફલોરા વિટ્રિફાઇડ પ્રા.લી.) સામે ૧૪ જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

- text