મોરબી : ટેક્નોસ્ટાર દ્વારા ઘુટુ અને નસીતપરની સરકારી શાળામાં ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયા

- text


મોરબી : આવનારી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ડિજિટલયુગની જનરેશન માટે બાળકોમાં રહેલી આવડતોને બહાર લાવવા અને બાળક પોતાની રીતે વિચારી શકે તે માટે ટેક્નોસ્ટાર દ્વારા સરકારી શાળાઓમાં ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ટંકારા તાલુકાની નશીતપર હાઇસ્કુલ તથા મોરબી તાલુકાની ઘુટુ કુમાર શાળામાં ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા.

- text

જેમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવ્યા હતા. લાઈવ પ્રોડક્ટ ડેવલોપમેન્ટ, લાઈવ રોબોટીક ગેમિંગ ઇવેન્ટ પણ યોજવામાં આવી હતી. આ વેળાએ બાળકો પાસેથી જાતે જ વોટર લેવલ ઇન્ડિકેટર ડેવલોપ કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે ટેક્નોસ્ટાર દ્વારા અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવ્યા છે.

- text