ટંકારામાં ભૂગર્ભ ગટરના વેરાને લઈને નગરજનોમા વિરોધ વંટોળ

- text


કાયદેસરનું કનેકશન ધરાવતા આસામીઓ ઉપર વેરાનો માર, ગેરકાયદે કનેકશન ધરાવતા તત્વો સામે કાર્યવાહી પણ નહીં !!

ટંકારા : ટંકારામાં લદાયેલા ભૂગર્ભ ગટરના વેરાથી પાડાના વાંકે પખાલીને ડામ આપવામાં આવતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં જે લોકો ગેરકાયદેસર ભુગર્ભ ગટરનું કનેકશન ધરાવે છે તેઓ સામે કાર્યવાહી કરવામાં પણ તંત્ર લાજ કાઢે છે. જ્યારે બીજી બાજુ કાયદેસર કનેકશન ધરાવતા આસામીઓ ઉપર વેરાનો બોજ ઝીંકી દેવામાં આવ્યો છે. હાલ તો આ મામલાએ ઠંડીની સીઝનમાં ગરમી પકડી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટંકારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વેરાના ઠરાવ પર સવાલો સાથે વિરોધ થઈ રહો છે. ટંકારા વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ વિશાળ હોય દબાણકારો કે ચોપડે ન ચડેલા મિલકતના માલિકો પણ ભૂગર્ભ ગટરનું કનેક્શન ધરાવતા હોવા છતાં પંચાયતે તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે કાયદેસર નોંધાયેલા મકાનો પર વેરાનું ભારણ નાખ્યું છે સાથે દબાણ હેઠળના મકાનો અને અન્ય ગામોના કનેકશન બાબતે કોઈ સ્પષ્ટતા ન કરતા મહિલા સરપંચ પર વહિવટી કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સાથે ટંકારાના રહીશો એ પણ જાણવા માગે છે કે ભૂગર્ભ ગટરની કેટલી કુંડી મળી હતી. તેમાંથી કેટલી કયા કયા ફિટ કરવામાં આવી છે તેની ચર્ચા ગ્રામસભાના રૂપમાં કરવા માંગ ઉઠી છે.

- text

હાલ તો જે દબાણકર્તા દ્વારા પંચાયતની જગ્યા પર દબાણ કરીને કુંડી પણ મેળવવામાં આવી છે અને કુંડી વાપરી પણ રહ્યા છે એના વેરા પણ નોંધાયેલા મકાન માલિકે ભરવાના ?ટંકારામાં લગાવેલ કુંડી બિજા ગામે ફીટ કરી દેવામાં આવી છે તો એનો વેરો કોણ અને કઈ રીતે વસૂલ કરશે? જેવા સો મણના અનેક અણિયારા સવાલ ઉઠી રહ્યા છે. હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

- text