મોરબી : પશુપાલન કચેરી દ્વારા બકરી પાલન યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરાયા

- text


મોરબી : પશુપાલન ક્ષેત્રમાં પણ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ થકી સ્વરોજગારી ઉભી કરવા માટે સહાય કરવામાં આવે છે તે અંતર્ગત મોરબીમાં પશુપાલન કચેરી દ્વારા બકરીઓ ખરીદવા અને તેના રહેઠાણની વ્યવસ્થા અંગેની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના મોઈનુદીન ઈબ્રાહીમભાઈ કડીવાર અને રાતડીયા ગામના રહીશ મોમભાઈ સુરાભાઇ જાંપડાને આ યોજના અતંર્ગત પિસ્તાલીસ હજારનો ચેક જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા અને નાયબ પશુપાલન અધિકારી, ડૉ. ડી.એ. ભોરણીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

પશુપાલન ક્ષેત્રે વિવિધ ૨૫ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે પૈકી સ્વ-રોજગારીના હેતુસર જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરા એકમ (૧૦+૧) ની યોજના પણ અમલી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૧૮ અરજીઓ પૈકી ૧૦ લાભાર્થીઓને ડ્રો પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવેલ છે.

- text

આ યોજના અનુસુચિત જાતિના લાભાર્થી માટે પણ અમલમાં છે. યોજના અંતર્ગત લાભાર્થીએ ૧૦ બકરીઓ તેમજ ૧ બોકળો વસાવવાનો હોય છે તેમજ બકરીઓને બાંધવા માટેનો સેડ બનાવવાનો હોય છે. જેમાં ૫૦ ટકા સહાયની રકમ આપવાની જોગવાઇ છે. પશુખરીદી તેમજ શેડ બનાવવાના થયેલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૪૫૦૦૦/- બંને માંથી જે ઓછુ હોય તે રકમ લાભાર્થીને આપવામાં આવે છે. બકરાપાલનનો વ્યવસાય કરી સ્વ-રોજગારી મેળવી શકે એવો ઉમદા આશય શરૂ થયેલ આ યોજનાનો વધુને વધુ લાભ લેવાની યાદીમાં જણાવાયું છે.

- text