આ કોઈ મોંઘીદાટ ફી વાળું પ્લેહાઉસ નથી, એ ડિવિઝન પોલીસ મથક છે…!!

- text


આરોપી પ્રત્યે ઉગ્રતા દાખવતા પોલીસકર્મીઓ તેના બાળકો ઉપર વ્હાલ પણ વરસાવે છે : પોલીસ મથકે આવતા ફરિયાદી અને આરોપીના બાળકોના ક્રીડાગણ માટે ખાસ બાળ કોર્નર ઉપ્લબ્ધ
લપસીયા,ઉચક નીચક, ખુરશીઓ, છોટાભીમના ભીતચિત્રો સહિતના આકર્ષણના કારણે બાળકો અહીંથી જવાનું નામ નથી લેતા

મોરબી : સામાન્ય રીતે પ્લે હાઉસ કે શાળા અને બાલ મંદિર તથા બગીચામાં બાળકી માટેના રમત ગમતના સાધનો હોય છે. પોલીસ મથકે તો બાળકો માટે રમત ગમતની વ્યવસ્થાનો સવાલ જ આવતો નથી. પણ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસના સરાહનીય પ્રયાસોથી બાળકો માટે રમત ગમતની વ્યવસ્થા શક્ય બની છે. પોલીસ મથકે આવતા ફરિયાદી અને આરોપીઓના બાળકો માટે રમત ગમતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

પોલીસ મથકે બાળકોના આનંદ પ્રમાદ માટે રમત ગમતની પ્રવૃત્તિનો સ્વપ્નેય ખ્યાલ ન આવી શકે કારણ કે પોલીસ મથકે ભારેખમ ગંભીર તનાવનું વાતવરણ રહેતું હોવાથી આ બાબતની લોકો કલ્પના પણ ન કરી શકે.પણ પોલીસ પણ પ્રજાનો હમદર્દ હોય છે અને લોકોની સુરક્ષા માટે જ સખત કદમ ઉઠાવે છે.ત્યારે પોલીસમાં પણ સંવેદનશીલ માણસ હોવાના નાતે મોરબીના પોલીસ સ્ટેશને એક કલ્પનાતીત બાબત પણ ખરા અર્થમાં સાકાર થઈ છે.ખાસ કરીને જે પ્લે હાઉસ અને બગીચામાં જોવા મળતા બાળકો માટેના રમત ગમતના સાધનોને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.એ ડિવિઝન પીઆઇ આર જે ચૌધરી સહિતના પોલીસના સક્રિય પ્રયાસોથી આ સરાહનીય કાર્ય સાકાર થયું છે.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ મથકે બાળકો માટે રમત ગમતની પ્રવૃત્તિ માટે સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકો માટે લપસીયા, ઉચક નીચક બેઠક ખુરશી,છોટાભીમના દ્રશ્યો લગાવવામાં આવ્યા છે.પોલીસ મથકે ફરિયાદી અને આરોપીઓ સાથે તેમના બાળકો આવતા હોય છે તેથી આ બાળકોને પોલીસ સ્ટેશન બિહામણું લાગે નહિ અને ભારેખમ વાતાવરણમાં તણાવનો બોજ ન લાગે તે માટે રમત ગમતની પ્રવૃતિઓ કરાવવા આ સાધનો વસાવવામાં આવ્યા છે.એ ડિવિઝન પોલીસ સ્ટેશને બનેવેલા બાળ કોર્નર જિલ્લાના અન્ય પોલીસ મથકમાં પણ બનાવાશે.

- text